ઝરોલીમાં મંજૂર થયેલા માર્ગો તથા આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત કરાયું
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ ઉમરગામ તાલુકાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે વધુ સુગમ રીતે જોડવા માટે માર્ગોના નવીનીકરણની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.
જેને અનુસંધાને મંજૂર થયેલા વિવિધ માર્ગોના નવીનીકરણના કામોને હવે ગતિ મળવા જઈ રહી છે. આ અંતર્ગત ઝરોલી ખાતે મંજૂર થયેલા માર્ગોના નવીનીકરણ તેમજ આંગણવાડીના નવા મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ વાલવી, વિવિધ ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં.
અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ સુવિધા વધુ સુદૃઢ બનવાથી ગ્રામજનોને અવરજવર, શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. સાથે જ આંગણવાડીના નવા મકાનથી નાના બાળકોને વધુ સુવિધાયુક્ત વાતાવરણમાં પ્રાથમિક શિક્ષણ અને પોષણલક્ષી સેવાઓ મળી રહેશે.
