વાપીમાં બેન્કિંગ અને અકસ્માત વીમા કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ સ્જ્ઞ્ણુર્શ્વીઁદ્દ ગ્્યસ્ન્જ્ઞ્ઁફૂસ્ન્સ્ન્ ર્ભ્ીશ્વત્ત્ દ્વારા ત્ઁફુર્જ્ઞ્ી ભ્ંસ્ન્દ્દના સહયોગથી ઔદ્યોગિક વિસ્તારના કર્મચારીઓ અને બિઝનેસ સમુદાયને બેન્કિંગ સેવાઓ તથા અકસ્માત વીમાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી બેન્કિંગ અને અકસ્માત વીમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ૧૨૫થી વધુ સભ્યોઍ સીધો લાભ મેળવ્યો હતો. ઉપરાંત, ૫૦થી વધુ કર્મચારીઓ ધરાવતી ફેક્ટરીઓમાં ત્ઁફુર્જ્ઞ્ી ભ્ંસ્ન્દ્દની ટીમ દ્વારા આગામી દિવસોમાં મુલાકાત લઈ બેન્કિંગ સેવાઓ અને અકસ્માત વીમા અંગે માર્ગદર્શન આપવામાં આવશે, જેના થકી વધુ ૩૭૫થી વધુ સભ્યોને લાભ મળવાની અપેક્ષા છે. આમ, આ પહેલ દ્વારા કુલ ૫૦૦થી વધુ સભ્યોને લાભ મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કાર્યક્રમમાં સ્જ્ઞ્ણુર્શ્વીઁદ્દ ગ્્યસ્ન્જ્ઞ્ઁફૂસ્ન્સ્ન્ ર્ભ્ીશ્વત્ત્ના પ્રમુખ રોહિતભાઈ સોમપુરા, સેક્રેટરી દીપકભાઈ ગેવરીયા, ટ્રેઝરર નિધિભાઈ શાહ, ઍડમિનિસ્ટ્રેટર નિલેશ કોરાટ, ઘ્લ્ય્ ચેરમેન મયૂર બડાલા તેમજ ચ્હૃફૂણૂ્યદ્દજ્ઞ્રુફૂ ઘ્ૃંજ્ઞ્દ્દદ્દફૂફૂ પ્ફૂણુફૂશ્વસ્ન્ અતુલભાઈ ઝવેરી અને બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા.
મુખ્ય મહેમાન તરીકે લઘુ ઉદ્યોગ ભારતી–વલસાડ જિલ્લાના પ્રમુખ મેહુલ પટેલ તથા વાપી નોટિફાઇડ ઍરિયાના પૂર્વ પ્રમુખ હેમંત પટેલ ઉપસ્થિત રહ્ના હતા. બંને મહાનુભાવોઍ આ પહેલની પ્રશંસા કરી હતી અને આવા મોડેલને સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવે તો મોટી સંખ્યામાં ઔદ્યોગિક કર્મચારીઓને તેનો લાભ મળી શકે તેમ જણાવ્યું હતું. ત્ઁફુર્જ્ઞ્ી ભ્ંસ્ન્દ્દ તરફથી રાહુલભાઈ બેન્કરના નેતૃત્વ હેઠળ ૧૦ સભ્યોની ટીમ દ્વારા બેન્કિંગ સેવાઓ, નવા ખાતા ખોલવાની પ્રક્રિયા તેમજ અકસ્માત વીમા અંગે કર્મચારીઓને માર્ગદર્શન અને જરૂરી માહિતી આપવામાં આવી હતી.
