Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

ચણોદની શાકભાજી વેચતી મહિલાઓને હટાવાતાં મનપાઍ મોરચો

ચણોદની શાકભાજી વેચતી મહિલાઓને હટાવાતાં મનપાઍ મોરચો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ ચણોદ ગેટ પાસે શાકભાજી વેચતી મહિલાઓનો મામલો ગરમાયો છે.
રોડ પર પાથરણા પાથરી ધંધો કરવાથી ટ્રાફિકમાં અડચણ થતી હોવાની ફરિયાદને લઈને વાપી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાતા મહિલાઓ મનપા કચેરીઍ ધસી ગઈ હતી અને અધિકારીઓને રજૂઆત કરી હતી.
પ્રા વિગતો મુજબ, અગાઉ આ શાકભાજી વેચનારાઓ ચણોદ ગેટ પાસે પાણીની ટાંકીવાળા વિસ્તારમાં સરકારી જમીનમાં શેડ બનાવી વેચાણ કરતા હતા. પરંતુ ત્યાં નવી પાણીની ટાંકીનું કામ શરૂ થતા મનપાઍ તમામ દબાણ દૂર કરી દીધા હતા, જેથી તેઓઍ રોડ કિનારે વેચાણ શરૂ કર્યું હતું.
રોડ ઉપર લારી-ગલ્લા અને પાથરણાના દબાણોથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા સ્થાનિક કાઉન્સિલરોઍ પણ દબાણો દૂર કરવા મનપાને રજૂઆત કરી હતી. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. મોટાભાગની મહિલાઓ નાનાપોંઢા, કપરાડા વિસ્તારની હોવાનું મનાય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મનપા દ્વારા અલગ શાક માર્કેટનું આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.