Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

પારડી ઍપીઍમસીમાં મતદાન ઃ આજે પરિણામ

પારડી ઍપીઍમસીમાં મતદાન ઃ આજે પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૯ ઃ પારડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની આજરોજ ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ૧૧૦ જેટલા ખેડૂત મતદાર પૈકી ૧૦૯ જેટલા મતદાન ખેડૂતોઍ મતદાન કર્યું હતું અહીં જિલ્લા સહકારી મંડળી રજીસ્ટાર અધિકારી ના રાહબારી હેઠળ આજે તારીખ ૯મી સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારથી જ મતદાન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી વહેલી સવારથી જ પારડી તાલુકાના જુદાજુદા વિસ્તારોમાંથી ખેડૂત મતદારો આવી પહોંચ્યા હતા અને મતદાન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં હાલના ચેરમેન આશિષભાઈ રણછોડભાઈ પટેલ ની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે અને દસ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે જ્યારે ઍમની સામે પારડીના જાણીતા વકીલ અમિતભાઈ પટેલ ઉભા છે ઍમની પેનલમાં કોઈ અન્ય નહીં હોય જેથી આમ કુલ ૧૧ જણા ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્ના છે  આજે મતદાન થયા બાદ તમામનો ભાવિ મતદાન પેટીમાં બંધ થઈ ગયો છે આજે તારીખ ૧૦ મી સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારના ૦૯ કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવશે.