Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપી પંથકમાં ગણેશ વિસર્જનમાં ડીજે અને લેસર લાઈટના અતિરેક થશે તો કાર્યવાહી ઃ ડીઍસપી

વાપી પંથકમાં ગણેશ વિસર્જનમાં ડીજે અને લેસર લાઈટના અતિરેક થશે તો કાર્યવાહી ઃ ડીઍસપી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ  ગણેશોત્સવને લઈને વાપીમાં કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં તંત્ર દ્વારા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, સામે આયોજકોઍ માર્ગ મરમતની માંગ ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડી વય ઍસપી દવે સૌનું સ્વાગત કરતાં આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક મુદ્દે  ઍસડીઍમ નિરવભાઈઍ જણાવ્યું હતું કે, આ વખતે સિંગલ વિન્ડો સિસ્ટમથી મંજૂરી અપાશે. આયોજકોઍ વહેલી તકે મંજૂરી લઈ લેવી અને તમામનો સહયોગ જરૂરી છે. શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન ટ્રાફિક જળવાઈ રહે તે માટે વિસર્જનનો રૂટ નક્કી કરીને અગાઉથી આપવો. વિસર્જન માટે તંત્ર દ્વારા દમણગંગા નદી, હરિયાપાર્ક ખાડી, દાદરી મોરા, ચણોદ ખાડી અને કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવશે.  બેઠકમાં જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ઍ જણાવ્યું હતું કે ગણેશ સ્થાપના માટે જે તે જગ્યાની મંજૂરી લેવી ફરજિયાત છે. સ્થાપના ઍવી જગ્યાઍ કરવી કે જેથી રસ્તા અને ર્પાકિંગનો પ્રશ્ન ન સર્જાય. દર્શનાર્થીઓની ભીડને લઈ કોઈને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું. દરેક મંડપમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષા માટે સ્વયંસેવકો રાખી તેનું લિસ્ટ પોલીસને આપવું. તેમણે ડીજે મુદ્દે કડક સૂચના આપતા કહ્નાં હતું કે, ડીજે નિયત ડેસિબલમાં જ વગાડવું, લોકો હેરાન ન થાય તે જોવાની જવાબદારી સંચાલકોની છે. વધુ અવાજથી વાતાવરણ બગડશે તો ડીજે સંચાલકોને ડિટેન કરવામાં આવશે અને ઍક્શન લેવાશે. ફિલ્મી ગીતો વગાડવા માટે કોઈઍ દબાણ ન કરવું અને લેસર લાઈટનો ઉપયોગ ન કરવો દમણ વિસર્જન માટે પોલીસ ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરશે. ઈકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરનારને ઈનામ અપાશે. મનપા ઉપ પ્રમુખ મિતેશભાઈઍ જણાવ્યું હતું કે, વિઘ્નહર્તા વિઘ્નો હરશે, પણ આયોજકોઍ વિઘ્નો ઉભા ન કરી વહીવટીતંત્રને સહયોગ આપવો. તેમણે વિસર્જન પૂર્વે  માર્ગ મરામતની  ખાતરી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત આયોજકોઍ રજૂઆતો કરી હતી.જેમાં  વરુણ ઠાકુરે જણાવ્યું કે વીજ કંપનીના લટકતા કેબલ અને ખાડાઓ દૂર કરવા જરૂરી છે. ખંડુભાઈઍ કહ્નાં કે દમણગંગા નદીઍ વિસર્જન માટે ૪૦૦ મીટર ચાલવું પડે છે, રસ્તો સારો બનાવવો જોઈઍ. આનંદ નગર અને અસોપાલવ રોડ ખરાબ છે અને ઍક જ લેન રોડ ચાલુ છે. ભાવિનભાઈઍ સામાજિક કાર્યકર તરીકે વોલિયન્ટર આપવાની તૈયારી બતાવી હતી. તો સલવાવ બાપા સીતારામ આશ્રમના  નિલેશભાઈ ઍ પણ ૩૦૦ થી વધુ સ્વયંસેવકો ટ્રાફિક અને વિસર્જન યાત્રા બંદોબ્બસમાં આપવાની તેમજ પોલીસ કર્મીઓ અને લાઇફ સેવિંગ ગાર્ડનો લોકો માટે ભોજન વ્યવસ્થાની તૈયારી દાખવી હતી. કાર્યક્રમનું સંચાલન ડીવાય ઍસપી દવે ઍ કર્યું હતું. આ પ્રસંગે વીઆઈઍના મગન સવાલિયા, ડીડીઓ નીરવ પટેલ,વાપીના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, મામલતદાર, વિઆઈઍ, નોટીફાઇડના અધિકારીઓ, હોદ્દેદારો, વાપી ભીલાડ, સરીગામ પંથકના  ગણેશોત્સવના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. વાપી ટાઉન પીઆઈ ઝાલાઍ આભારવિધિ કરી હતી.