મરવડ અને કચીગામની શાળામાં ઍસઍમસી સભ્યોને તાલીમ અપાઈ
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૯ ઃ શાળાના સર્વાંગી વિકાસમાં પાઠશાળા વ્યવસ્થાપન સમિતિ ઍટલે કે લ્પ્ઘ્ના સભ્યોની ભૂમિકા, જવાબદારી અને અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સરકારી શાળા મરવડ અને સરકારી શાળા કચીગામ ખાતે ગ્ય્ઘ્ ટીમ દમણ દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન લ્પ્ઘ્ સભ્યોને શાળા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવા, શાળા ગ્રાન્ટના યોગ્ય સંચાલન, લ્પ્ઘ્ સભ્યોની જવાબદારી અને અધિકારો, વેસ્ટ મેનેજમેન્ટ તેમજ લ્ણૂત્ર્ંંશ્ર ઝ઼ફૂરુફૂશ્રંષ્ટૃફૂઁદ્દ ર્ભ્શ્રીઁ સહિતના વિવિધ મહત્વના વિષયો અંગે સરળ અને વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી તેમની શંકાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં કુલ ૬૫૮ લ્પ્ઘ્ સભ્યોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરી શાળાના સર્વાંગી વિકાસમાં સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.
