ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬નું આયોજન તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે નેશનલ સાયન્સ સેમિનારમાં ભારતીય ઊર્જા મિશ્રણ ૨૦૪૭ સંભાવનાઓ અને પડકારો ઙ્કત્ઁફુર્જ્ઞ્ીઁ ચ્ઁફૂશ્વક્કિં ર્ગ્ીસ્ન્ત્ત્ફૂદ્દ ૨૦૪૭ૅં ભ્શ્વંસ્ન્ષ્ટફૂણૂદ્દસ્ન્ ર્ીઁફુ ઘ્ર્ત્ર્ીશ્રશ્રફૂઁફિંસ્ન્ઙ્ખ વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની કુલ ૭ શાળાઓના ધોરણ ૮થી ૧૦ના ૭ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર જયા પ્રમેશ પાંડે (મરોઠિયા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, ડુંગરા), દ્વિતીય પુરસ્કાર આરુષિ બિપિન પટેલ (મધર ઑફ હોપ સ્કૂલ, વાપી) અને તૃતીય પુરસ્કાર વીર મિતેશભાઈ પંખાણિયા (પી.ઍમ. શ્રી ચલા માધ્યમિક શાળા)ને મળ્યો હતો. પ્રથમ અને દ્વિતીય ક્રમના વિજેતા વિદ્યાર્થીઓ ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમાપન કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેન્દ્રકુમાર આર. પટેલ, પ્રાચાર્ય, ઝ઼ત્ચ્વ્-વલસાડ દ્વારા નેશનલ સાયન્સ સેમિનારના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારના નિર્ણાયકો ડૉ. ભદ્રેશ આર. સુદાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડૉ. રાજેશ સી. માલન, સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને સરળ, ટૂંકી અને અસરકારક રજૂઆત સાથે વિષયની સંપૂર્ણ સમજ રાખવા તેમજ પ્રશ્નોત્તરી દરમિયાન આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિષયને માત્ર માહિતીરૂપે રજૂ કરવાને બદલે પોતાની વિચારસરણી, સર્જનાત્મક અભિગમ, નવા વિચારો અને શક્ય ઉકેલો સાથે રજૂ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ડી. રાઠોડે વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાના સેમિનાર માટે નવા મુદ્દાઓને ઉમેરી વિષયવસ્તુ સંબંધિત વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સેમિનારમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો તથા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન ઍનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ના સ્ટાફનો અમૂલ્ય સહયોગ -ા થયો હતો.
