Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

ધરમપુર પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કાર્યોને બહાલી

ધરમપુર પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કાર્યોને બહાલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૭ ઃ ધરમપુર નગરપાલિકા લાયબ્રેરી હોલ ખાતે પ્રમુખ મયંક મોદીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં શહેરના વિકાસ, નાણાકીય આયોજન અને કર્મચારીલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોને મંજૂરી, તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫મા અને આગામી ૧૬મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોના આયોજન અંગે ચર્ચા થઈ હતી. સિટી સર્વે નં. ૧૩૭૨માં ૨ પ્ન્ઝ઼ મીની લ્વ્ભ્ અને સિટી સર્વે નં. ૧૩૪૭માં આંગણવાડી બનાવવાના કામ અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા હાઈસ્કૂલના કર્મચારીઓના પગારધોરણ, પેન્શન તથા નિવૃત્ત કર્મચારીઓની હક્ક રજા અને ગ્રેજ્યુટી સહિતના પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી. પ્રમુખ સ્થાનેથી અતિભારે વરસાદ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ લોકમંગલમ ટ્રસ્ટના નીલમભાઈ પટેલની ટીમ અને જલારામ ટ્રસ્ટની સેવાકીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.રીક્ષા સ્ટેન્ડ, જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારાની પ્રક્રિયા સરળ બનાવવા તેમજ સિંધિચાલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે પોલ ઊભા કરવા અંગે પણ રજૂઆતો થઈ હતી.
ડી.ઍન.પી. હાઈસ્કૂલ ત્રણ રસ્તાથી બિલપુડી ચાર રસ્તા સુધીના રોડને નામ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સભામાં ચીફ ઓફિસર વિજયભાઈ ઇટાલીયા, ઉપ-મુખ ઉમાબેન ભોયા, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ ગાયકવાડ,  બાંધકામ સમિતિના ચેરમેન સમીપરાંચ શિક્ષણ સમિતિના ચેરમેન નરેશ પટેલ, સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.