ખતલવાડાની સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંકલ્પ સાથે ઉમરગામ તાલુકામાં સ્વચ્છ ારત અભિયાન અંતર્ગત દર રવિવારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્નાં છે. જેના ભાગરૂપે રવિવારે ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં હાઈસ્કૂલથી વિવિધ ફળિયા સુધી સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં સેકડો લોકોઍ ઉત્સાહભેર શ્રમદાન કરી કચરાનો નિકાલ કર્યો હતો. અભિયાનમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડો. નિરવ શાહ સહિત મહામંત્રીઓ તથા હોદ્દેદારો અને મહિલા મોરચાના સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
ઉમરગામ તાલુકામાં અગાઉ ફેણસા અને ત્યારબાદ માંડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયા બાદ હવે ખતલવાડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈસ્કૂલ આસપાસના વિસ્તાર સહિત વિવિધ ફળિયામાંથી કચરો ઍકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સ્વચ્છતાના મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા જળવાઈ રહે તો બીમારીઓનું પ્રમાણ ઘટાડી શકાય છે. જાહેર સ્થળોઍ ગંદકી ન ફેલાય તે માટે તંત્રની સાથે નાગરિકો પણ સ્વયંભૂ જાગૃત બની પોતાની જવાબદારી નિભાવે તે જરૂરી છે. ધારાસભ્યઍ તાલુકાના લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાના ગામ અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.
સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છ ગામ, સ્વસ્થ સમાજનો સંદેશ વધુ વ્યાપક બને તે હેતુથી હાથ ધરાયેલા અભિયાનને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના અંતે ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલે આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો, જનપ્રતિનિધિઓ, કાર્યકરો, કર્મચારીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
