Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

બાલચોંઢીમાં ‘આપ’નું બૂથ સંગઠન મજબુત કરવાનું આહવાહન

બાલચોંઢીમાં ‘આપ’નું બૂથ સંગઠન મજબુત કરવાનું આહવાહન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૯ ઃ નાનાપોંઢા તાલુકામાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘બૂથ સંગઠન નિર્માણ અભિયાન – મિશન-૨૦૨૭’ અંતર્ગત બાલચોંઢી મધ્યસ્થ કાર્યાલય ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પક્ષના સંગઠનને ગ્રામ્ય અને બૂથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. બૂથ સ્તરે સંગઠનનું માળખું મજબૂત બને અને વધુમાં વધુ કાર્યકરો પક્ષની કામગીરી સાથે જોડાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં વલસાડ લોકસભાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કપરાડા વિધાનસભાના પ્રભારી ગુલાબભાઈ પટેલ, કપરાડા વિધાનસભાના સંગઠન મંત્રી રાજેશભાઈ રાઉત, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી જ્યેન્દ્રભાઈ ગાવિત, નાનાપોંઢા તાલુકા પ્રમુખ નિરવભાઈ પટેલ તથા કપરાડા તાલુકા પ્રમુખ મનેશભાઈ ભાવર સહિત પક્ષના નામી-અનામી સક્રિય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. બેઠક દરમિયાન આગામી સમયમાં બૂથ સંગઠનને વધુ અસરકારક બનાવવા માટેની કામગીરી, જવાબદારીઓ અને સંગઠન વિસ્તરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકરોઍ મિશન-૨૦૨૭ને સફળ બનાવવા સંગઠિત થઈને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.