Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીની મુસ્કાન ટીમ દ્વારા બાળકો માટે 2D ઇકો ચેકઅપ કેમ્પ યોજાયો

વાપીની મુસ્કાન ટીમ દ્વારા  બાળકો માટે 2D ઇકો ચેકઅપ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી પંથકમાં હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા બાળકોના નિદાન અને યોગ્ય સારવાર માટેવાપી ની મુસ્કાન ઍનજીઓ ટીમ દ્વારા વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે ૨ઝ઼ ઇકો ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૨૫ બાળકોની હૃદયની તપાસ કરવામાં આવી હતી.
કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કે.વી. સાંગવીકર અને ડૉ. મીની દ્વારા તમામ બાળકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૩થી ૪ બાળકોમાં હૃદયની ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું હતું અને તેમને સર્જરીની જરૂરિયાત હોવાનું નિદાન થયું હતું.
મુસ્કાન ટીમ દ્વારા આ બાળકોને શક્ય તેટલી વહેલી તકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અને સર્જરી માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેમ્પનું આયોજન વલસાડ સિવિલ હેલ્થ વિભાગના તાલુકા નોડલ ઓફિસર નૂતનબેન સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું. મુસ્કાન ટીમના આ પ્રયાસથી હૃદયની ગંભીર સમસ્યાઓ ધરાવતા બાળકોને સમયસર સારવાર મળી રહે અને તેમના ચહેરા પરનું નાનું સ્મિત યથાવત્ રહે તે માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.