ઉમરગામ તાલુકા નિવૃત્ત કર્મચારી સેવા મંડળનું ૧૧મું વાર્ષિક અધિવેશન યોજાયું
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ઉમરગામ તાલુકા નિવૃત્ત કર્મચારી સેવા મંડળનું ૧૧મુ વાર્ષિક અધિવેશન મંડળના પ્રમુખ પરશોતમભાઈ કોળીના અધ્યક્ષસ્થાને નિવૃત્ત કર્મચારી મંડળના કાર્યાલયમાં યોજાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ટીચર સોસાયટીના પ્રમુખ સંદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. મંચસ્થ મહાનુભાવોઍ દીપ પ્રાગટ્ય કર્યું હતું. મંડળના નામી અનામી અકાળે અવસાન પામેલાં સદસ્યો તેમજ શહીદોની યાદમાં બે મિનિટ મૌનપ્રાર્થના કરવામાં આવી હતી. પ્રભુ પ્રાર્થના બાદ મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત તમામ સદસ્યોને વિરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ પરશોત્તમભાઈઍ મીઠો આવકાર આપી સન્માનિત કર્યા હતાં. ગત સભાની મિનિટસબુકનું વાંચન છોટુભાઈ પટેલે કર્યું હતું. ખજાનચી ચંદ્રકાંત નાયકે સને-૨૦૨૫ -૨૬ નવા વર્ષનો નાણાંકિય હિસાબ રજૂ કર્યો હતો. સૌઍ તેમને બહાલી આપી હતી. ગત વર્ષનાં થયેલાં મંડળનાં કાર્યોની વિસ્તૃત માહિતી પ્રમુખ પરશોત્તમભાઈઍ આપી હતી. હોદ્દેદારોની નવી નિમણૂંક માટેની સંપૂર્ણ સત્તા ઉપસ્થિત સભાસદોઍ પરસોત્તમભાઈ ને સોંપી હતી. મુખ્ય મહેમાન ઉમરગામ તાલુકા ટીચર્સ સોસાયટીના પ્રમુખ સંદીપભાઈ પટેલે પોતાનાં પ્રવચનમાં આ મંડળ દ્વારા થતી કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ૭૫ વર્ષની આસપાસનાં મંડળના આ પદાધિકારીઓ પેન્શનરો માટે આટલી સખત મહેનત કરી રહ્ના છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેમની સેવાપ્રવૃત્તિને હું હૃદયથી બિરદાવું છું. અભિનંદન પાઠવું છું.મંચસ્થ મહાનુભાવો તેમજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદ ભાઈ બહેનોનો અશરફભાઈ ચુડાસમાઍ હૃદયથી આભાર માન્યો હતો. ૯૬ વર્ષ વટાવી ચૂકેલા સદાશિવ નરોત્તમ કારભારી સાહેબ ઉમરગામથી અહીં દોડી આવ્યા અને અધિવેશનની શોભા વધારીને રૂ.૧૦૦૦ દાન પણ આપ્યું. તે બદલ તમામનાં વતી અશરફભાઈઍ તેઓને અભિનંદન પાઠવતાંની સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
