Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વલસાડમાં સર્પદંશના દર્દીને સિવિલ ખસેડાયો

વલસાડમાં સર્પદંશના દર્દીને સિવિલ ખસેડાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક મજૂરી કામ કરતા ઍક યુવકને ઝેરી સાપે ડંખ મારતા ગંભીર હાલતમાં ૧૦૮ની ટીમે સમયસર પ્રાથમિક સારવાર તાત્કાલિક વલસાડની હોસ્પિટલ માં ખાસેડવામા આવ્યો છે.  અતુલ રેલવે સ્ટેશન નજીક મજૂરી કરતા  પીપુભાઈ ડામર ઉં. વ. ૨૭  રાત્રિના સમયે ડાબા પગે ઝેરી સાપે ડંખ માર્યો હતો. બનાવ અંગે રાત્રે ૯ઃ૪૨ કલાકે ઁચ્પ્ય્ત્ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ને ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ અતુલ લોકેશનની ૧૦૮ ઍમ્બ્યુલન્સના ચ્પ્વ્ માનસી પટેલ અને પાયલોટ પ્રિયાંક પટેલ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
દર્દીની નાજુક સ્થિતિ જોઈ ચ્પ્વ્ માનસી પટેલે ૧૦૮ હેડ ઓફિસના તબીબ ડો. સહદેવ સરનો ટેલિફોનિક સંપર્ક કરી તેમના માર્ગદર્શન હેઠળ ઍમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને જરૂરી જીવનરક્ષક ઇન્જેક્શન આપી સ્થિતિ સ્થિર કરી હતી. ત્યારબાદ પાયલોટ પ્રિયાંક પટેલે સમયસૂચકતા સાથે દર્દીને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં દર્દીને દાખલ કરી આગળની સારવાર શરૂ કરવામાં આવી છે. ગોલ્ડન અવરમાં ૧૦૮ ટીમે દર્શાવેલી ત્વરિત કામગીરી અને યોગ્ય સારવારના કારણે યુવકનો જીવ બચી જતાં પરિવારજનો અને સ્થાનિકોઍ ટીમનો આભાર માન્યો હતો.