Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપી વોર્ડ નં.૧૧ માં સફાઈ અભિયાન હાથ ધરાયું

વાપી વોર્ડ નં.૧૧ માં સફાઈ અભિયાન હાથ ધરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપી નગરપાલિકાના વોર્ડ નં.૧૧ માં ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલું શ્રમદાન અન્ય વોર્ડ માટે રાહ ચીંધી રહ્નાં છે. આ વોર્ડના સભ્યો તેમના પરિવારજનો સાથે મળી સફાઈથી લઈ નાના-મોટા પ્રશ્નો જાતે ઉકેલી રહ્ના છે. જેમાં કાઉન્સિલર તેજલબેન પટેલ, તેમના પતિ અને માજી પાલિકા સભ્ય મંગેશભાઈ પટેલ, કોંગ્રેસના ખંડુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, રેશ્માબેન પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા તાજેતરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ભડકમોરા, સુલપડ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.ઍટલું જ નહીં, મંગેશભાઈ પટેલ દ્વારા રસ્તા ઉપરના ભૂગર્ભ ગટરના દબાઈ ગયેલા અને તૂટેલા ઢાંકણા બદલાવવા અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો સ્થળ પર ઊભા રહી ઉકેલવામાં આવી રહ્ના છે, જેનાથી સ્થાનિકોઍ રાહત અનુભવી છે. આવું અભિયાન દરેક વોર્ડના કાઉન્સિલરો અને જાગૃત નાગરિકો મનપા તંત્રને સાથે રાખી કરે તો અનેક -‘ોનો ઉકેલ આવી શકે તેમ છે.