વાપી સિસિકા દ્વારા જન્માષ્ટમી અને રક્ષાબંધન પર્વની ઉજવણી
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી સિસિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહમાં રક્ષાબંધન અને જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ દિનેશભાઈ દેસાઈની આગેવાનીમાં તારીખ ૪-૯-૨૦૨૬ ના રોજ જન્માષ્ટીના તહેવાર નિમિત્તે વાપી સિસિકાના હોલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો સંયુક્ત તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્માકુમારી સનમબેન ચૌહાણ અને તેમના સાથીઓ દ્વારા સિસિકાના સભ્યોને રક્ષાબંધનનું મહત્વ સમજાવી રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્માકુમારી સોનમબેન તરફથી દક્ષિણા રૂપે સભ્યોમાં રહેલા દુર્ગુણો માંથી ઍક નો ત્યાગ કરવા જણાવ્યું હતું જેનો અમલ દરેક સભ્યોઍ કર્યો હતો આ પ્રસંગે જન્માષ્ટમીને તહેવારને લઈ સમગ્ર હોલમાં વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું આ કાર્યક્રમમાં ૬૦ વર્ષથી લઈને ૯૫ વર્ષના સભ્યોઍ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
