પારડીની જે.પી. પારડીવાલા કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ જે. પી. પારડીરવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજના ચર્ચા સમિતિના ઉપક્રમે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્યશ્રી, ચર્ચા સમિતિના અધ્યક્ષ અને અન્ય પ્રાધ્યાપકોની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત કૉલેજના કુલ ૨૦ વિદ્યાર્થીઓઍ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓઍ ઍક દિવસ માટે કૉલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફની ભૂમિકા ભજવી હતી. તેઓઍ કૉલેજના જુદા જુદા વર્ગોમાં જઈને ખૂબ જ સુંદર અને રસપ્રદ શૈલીમાં શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ, કૉલેજના સભાખંડમાં ઍક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓઍ પોતાના અનુભવો જણાવ્યા હતા કે, ઍક શિક્ષક તરીકે વર્ગખંડ સંભાળવો અને જ્ઞાન આપવું ઍ કેટલી જવાબદારીપૂર્વકનું અને ગૌરવવંતું કાર્ય છે. કાર્યક્રમ દરમિયાન કોલેજના તમામ અધ્યાપકોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે બનેલા નવા શિક્ષકોનો સ્મૃતિભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.ફાલ્ગુનીબેન દેસાઈ દ્વારા તમામ નવા શિક્ષકોને પ્રેરણાદાયી પ્રવચન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા ચર્ચા સભાના અધ્યક્ષ ડૉ. મણીબેન સોલંકીઍ શિક્ષકદિનનું મહત્વ સમજાવી કાર્યક્રમનેનું સમગ્ર સંચાલન હાથ ધર્યું હતું. શિક્ષક દિન માટેનું સમગ્ર ટાઈમ-ટેબલ પ્રા. જિતેન્દ્રકુમાર ટંડેલ સરે બનાવ્યું હતું કાર્યક્રમના અંતે ચર્ચા સમિતિના ઉપાધ્યક્ષ ડૉ. તરુલતા માહ્નાવંશી ઍ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
