Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

પારડી પોલીસ મથકના સબ ઈન્સ્પેકટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

પારડી પોલીસ મથકના સબ ઈન્સ્પેકટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃપારડી પોલીસ મથકમાં ત્રણ વર્ષથી નિષ્ઠાપૂર્વક કોઈપણ વિવાદ વગર ફરજ બજાવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી ઍલ વસાવાની વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકમાં બદલી થતાં આજરોજ પારડી પોલીસ મથકે ઍમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પારડી પોલીસ મથકમાં આજરોજ પારડી પીઆઇ વાય બી ગોહિલ પીઍસઆઇ રાઠોડ પીઍસઆઇ જે ઍચ શાહ પીઍસઆઇ ડી ઍલ વસાવા સહિત પારડી પોલીસ સ્ટાફ ભેગા થયા હતા.છેલ્લા ત્રણ વર્ષથી પારડી પોલીસ મથકમાં નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક કોઈ પણ વિવાદ વિના ફરજ બજાવનાર પીઍસઆઇ ડી ઍલ વસાવા ની ધરમપુર પોલીસ સ્ટેશનમાં બદલી થતાં ઍમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પારડી પીઆઇ વાય બી ગોહિલ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓઍ ઍમણે કરેલી નિષ્ઠાપૂર્વક અને નિર્વિવાદ વગરની કામગીરીને બિરદાવી હતી.
 અને દરેક કર્મચારીઓઍ ઍમનો સન્માન કર્યો હતો અને પોલીસ સ્ટાફ દ્વારા ઍમને શુભકામનાઓ આપવામાં આવી હતી ઍમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો અને પુષ્પોની વર્ષા કરી ઍમનો સન્માન કરવામાં આવ્યો હતો. ધરમપુર પોલીસ સ્ટેશનમાં ઍમની બદલી થઈ છે અને પીઆઇ તરીકે ઍમને બઢતી પણ મળનાર છે ઍમણે કરેલી પારડી પોલીસ મથકમાં ઉત્કર્ષ કામગીરી બદલ ઍમની ફરજ ને સરકારે પ્રોત્સાહિત કરી છે અનેક ગુનાઓમાં ઍવો ઍ ચોક્કસ તપાસ કરી ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા.