Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

નવસારીમાં દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’નું લોકાર્પણ

નવસારીમાં દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’નું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૮ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંગળવારે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (ખ્ત્) આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ કાર્યાલયના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઈબ્રેરી, સાંસદ-ધારાસભ્ય કેબિન તેમજ પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામા-સાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનો સમાવેશ થાય છે.વિશાળ જાહેરસભાને સંબોધતા વડા-ધાન મોદીઍ જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓઍ દાયકાઓથી પ્રેમ અને સમર્પણ સાથે જનસેવાનો માર્ગ અપનાવ્યો છે, જેના પરિણામે નવસારી જિલ્લો વિકાસની દોડમાં અગ્રેસર રહ્ના છે.
‘નમો કમલમ’ માત્ર ઍક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના સમાધાન અને સેવાનું જીવંત તીર્થસ્થાન બનશે. ‘સત્તાનો મોહ નહીં, પરંતુ સેવાનો ભેખ’ ઍ સરકારનો મંત્ર હોવાનું જણાવી તેમણે સમાજને સર્વોપરી રાખવા અને જનતા જનાર્દનને ઈશ્વરના સ્વરૂપ તરીકે માની જનસેવાને જીવનનો સહજ સંસ્કાર બનાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. નવસારીમાં થયેલા સ્વચ્છતા અભિયાનને બિરદાવતાં તેમણે કહ્નાં કે, જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દીર્ઘજીવી હોય છે અને નાગરિકોમાં નવો વિશ્વાસ પેદા કરે છે.
વડાપ્રધાને નવસારી જિલ્લાના કુપોષણ મુક્ત અભિયાન, ટીબી મુક્ત ગુજરાતના સંકલ્પ અને જનસેવાના વિવિધ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે પીઍમ સ્વનિધિ યોજનાનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ લારી-ગલ્લા ધારકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. સાથે જ આગામી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન સ્વચ્છતા જાળવી નવસારીને દેશભરમાં રોલ મોડેલ બનાવવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર વિકાસની રાજનીતિ અને પોલિટિકલ પરફોર્મન્સને મહત્વ આપી રહી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતને મળ્યો છે અને ‘નાગરિક દેવો ભવ’નો મંત્ર કાર્યકર્તાઓના જીવનનો મંત્ર બન્યો છે.
સ્વાગત ઉદ્દબોધનમાં કેન્દ્રીય મંત્રી અને નવસારી સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાનના આગમન પૂર્વે ‘સ્વચ્છતાથી સ્વાગત’ પહેલ હેઠળ જનભાગીદારીથી ૫૦ જેટલા જેસીબી, ૧૦૦ જેટલી ટ્રકો અને ગામોના ટ્રેક્ટરો દ્વારા છ દિવસ સુધી નવસારી મહાનગરપાલિકા, ગણદેવી અને વિજલપોર નગરપાલિકા સહિત આશરે ૪૦૦ ગામોમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જિલ્લામાં ૩૬૦૦ જેટલા કુપોષિત બાળકો માટે શરૂ કરાયેલી દત્તક યોજનામાં ૪૬૦ બાળકો કુપોષણમાંથી મુક્ત થયા છે. ૭૮૧ ટીબી દર્દીઓને પોષક આહાર કિટ આપવામાં આવી રહી છે, જ્યારે ૧૩ હજાર જેટલી વંચિત દીકરીઓના બેંક ખાતાં ખોલાવી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પ્રથમ રૂ.૨૫૦ જમા કરાયા છે. ૫૫૦૦થી વધુ વડીલો અને ૧૫૦૦ જેટલા દિવ્યાંગોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડાયો છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માઍ ‘રાષ્ટ્ર પ્રથમ’ના સિદ્ધાંત સાથે દેશના વિકાસમાં ભાજપ સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલ પટેલ,ધારાસભ્ય રાકેશ દેસાઈ,માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, નવસારી મહાનગરપાલિકા મેયર અશોક ધોરાજીયા,જિલ્લા અધ્યક્ષ ભુરાલાલ શાહ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, તબીબો, વકીલો, પ્રોફેસરો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્ના હતા.

નવસારીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોર બાદ નવસારી હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. તેમના આગમન વેળાઍ અંદાજે ૧૧૦૦ જેટલી બહેનોઍ પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત, ૫૦૦ યુવકોઍ ડમરુ વગાડીને અને નમો કમલમના પરિસરમાં ૩૦ બહેનોઍ ઢોલ-ત્રાંસાના નાદ સાથે પરંપરાગત રીતે વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમનું જિલ્લાના ૩૮૯ થી વધુ ગામોમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઍક લાખથી વધુ ગ્રામજનોઍ ઘેરબેઠા સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો હતો.

અત્યાધુનિક ‘નમો કમલમ’ની ઝલક

નવસારી હાઈવે પર ગ્રીડ નજીક માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં તૈયાર થયેલું આ કોર્પોરેટ શૈલીનું કાર્યાલય માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ગ્રીન ઍનર્જીનું ઍક આદર્શ મોડલ સાબિત થશે. નવસારી જિલ્લા ભાજપનું આ નમો કમલમ સોલર પેનલ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે.
ˆ ૧૦ કરોડના ખર્ચે નિર્મિત કાર્યાલય ૪૦ હજાર સ્ક્વેર ફૂટ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે
ˆ ડિજિટલ કામગીરી ઝડપી બને તે માટે ખ્ત્ આધારિત સિસ્ટમ, ડાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી
ˆ સેંકડો કાર્યકરો ઍકસાથે બેસી શકે તેવું વિશાળ ઓડિટૉરિયમ
ˆ મહત્વની બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ રૂમ
ˆ  પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રવાસી નેતાઓ માટે અલાયદી કેબિનો
ˆ ૧૦૦૦ પુસ્તકો સાથેની અદ્યતન લાઈબ્રેરી, ૧૪ લાખ ઈ-બુક્સ સાથેની ઈ-લાઈબ્રેરી
ˆ સાંસદ અને ધારાસભ્યોની કેબિન, મીડિયા કેબિન, કોલ સેન્ટર