વલસાડમાં કોંગ્રેસ દ્વારા GenZ અને કિસાન અધિકાર યાત્રા’નું ઍલાન
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય માં આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં યુવાનો અને ખેડૂતોના હકો માટે સમગ્ર વલસાડ જિલ્લામાં ઞ્ફૂઁક્ષ્ અને કિસાન અધિકાર યાત્રા’ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સ વલસાડ જિલ્લા કોંગ્રેસ -મુખ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ તેમજ મહામંત્રી ગિરીશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
કોંગ્રેસ આગેવાનોઍ જણાવ્યું હતું કે આ યાત્રામાં યુવા પેઢી અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાશે. આ યાત્રા અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામડે-ગામડે ફરી લોકોના પ્રશ્નો જાણી સંબંધિત મામલતદાર કચેરીઓ પર આવેદનપત્ર આપવામાં આવશે.જેમાં નાનાપોંઢા તાલુકા માં ૭ સપ્ટેમ્બરથી પ્રેસ કોન્ફરન્સ સાથે પ્રારંભ, ૯ થી ૧૧ સપ્ટેમ્બર વિવિધ ગામોમાં સંપર્ક, ૧૩ સપ્ટેમ્બરે મોટી કોરવળ ખાતે કાર્યક્રમ અને ૧૪ સપ્ટેમ્બરે નાનાપોંઢા મામલતદારને આવેદનપત્ર આપશે. કપરાડા તાલુકા માં ૧૫ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ગામડાઓમાં જનસંપર્ક, ૨૦ સપ્ટેમ્બરે કપરાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ અને ૨૧ સપ્ટેમ્બરે કપરાડા મામલતદારને આવેદનપત્ર, ઉમરગામ તાલુકા માં ૨૨ સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ, ૨૩ થી ૨૬ સપ્ટેમ્બર જનસંપર્ક અભિયાન અને ૨૮ સપ્ટેમ્બરે મામલતદારને આવેદનપત્ર, વાપી મહાનગરપાલિકા માં ૨૯ સપ્ટેમ્બરે વાપી ખાતે પ્રેસ કોન્ફરન્સ બાદ બપોરે યાત્રાનો પ્રારંભ, ૩૦ સપ્ટેમ્બરે સંપર્ક અને ૧ ઓક્ટોબરે આવેદનપત્ર, પારડી તાલુકો માં તા.૨ થી ૪ ઓક્ટોબર વિવિધ ગામોમાં યાત્રા અને ૫ ઓક્ટોબરે પારડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.
વલસાડ તાલુકા માં ૬ થી ૯ ઓક્ટોબર સુધી જનસંપર્ક કાર્યક્રમ અને ૧૦ ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ. ધરમપુર તાલુકા માં ૧૧ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન તાલુકાના વિસ્તારોમાં યાત્રા યોજાશે જે બાદ તારીખ ૧૯ ઓક્ટોબરે જિલ્લા કક્ષાઍ રજૂઆત તમામ તાલુકાઓમાં કાર્યક્રમો સંપન્ન થયા બાદ ૧૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ કાર્યકરો અને આગેવાનો ઍકત્રિત થઈ જિલ્લા કક્ષાનું આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરશે.
