ચીખલીના થાલા હાઈવે ઉપર કાર અકસ્માત
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૮ ઃ ચીખલી ને.હા. નંબર ૪૮ ઉપર આવેલ થાલા ગામની હદમાં નવસારી ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા ખેરગામ તાલુકાના ખેરગામ ના કાર્યકરની અર્ટિગા ગાડી સાથે લોખંડના પાઇપ ભરેલ ટ્રક સાથે અકસ્માત થતા અર્ટિગા ગાડીમાં સવાર ઍક મહિલા સહિત પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.બનાવની પ્રા માહિતી અનુસાર ચીખલી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર બપોરના સમયે ખેરગામ તાલુકાના ખેરગામ શામળા ફળિયા ખાતે રહેતા ભાજપના કાર્યકરો નવસારી ખાતે આજે નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હોય જે કાર્યક્રમમાં હાજરી આપવા માટે અર્ટિગા ગાડી નંબર જીજે ૨૧ સીસી ૭૩૧૭ લઈને જઈ રહ્ના હતા દરમિયાન થાલા ગામની હદમાં અર્ટિગા ગાડી અને લોખંડના પાઇપ ભરીને જામનગર જઈ રહેલ ટ્રક નંબર જીજે ૩૭ ટી ૭૭૮૫ સાથે અકસ્માત થતા અર્ટિગા ગાડી ટ્રક સાથે અથડાઈને રોડની વચ્ચે આવેલ ડિવાઇડર સાથે અથડાઈને આડી ઉભી રહી ગઈ હતી ત્યારે લોખંડના પાઇપ ભરેલ ટ્રક અર્ટિગા ગાડી સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં ભરેલ પાઇપ આગળના ભાગેથી નીકળી અર્ટિગા ગાડી ઉપર પડ્યા હતા જોકે અર્ટિગા ગાડીનો છતનો ભાગ બેસી ગયો હતો પરંતુ ગાડીમાં સવાર ઍક મહિલા સહિત પાંચ વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો બનાવને પગલે રોડ ઉપર ટોળે ટોળું ભેગું થઈ ગયું હતું.
