વલસાડ હાઈવે પર ટેમ્પોમાં આગ
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આજે ઍક ચાલતા માલવાહક આઈસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. વલસાડ ના પારનેરા પારડી સુગર ફેક્ટરી બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા આઈસર ટેમ્પોમાં ઍકાઍક આગ લાગતાં હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. વલસાડના પારનેરા પારડી ગામે આવેલા સુગર ફેક્ટરી હાઇવે ઓવરબ્રીજ પર આઇસર ટેમ્પો માં કોઈક કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટેમ્પોની આખી કેબિન બળીને ખાખ થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
