Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપી હાઉસિંગના ગેરકાયદે બાંધકામ મુદ્દે મુદ્દત માંગવાની તજવીજ

વાપી હાઉસિંગના ગેરકાયદે બાંધકામ મુદ્દે મુદ્દત માંગવાની તજવીજ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપીના ગુંજન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેણાંક મકાનોની નીચે અને સામે ગેરકાયદે પાકા તેમજ કાચા બાંધકામ કરી કોમર્શિયલ પ્રવૃત્તિ ચલાવતા ૧૦૦થી વધુ ફલેટધારકોને ગુજરાત હાઉસિંગ બોર્ડની સુરત કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓ અને દુકાનધારકોમાં ફફડાટ ફેલાયો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ, ન્ત્ઞ્-૧ અને ન્ત્ઞ્-૨ સેક્ટરની અને ગુંજન મુખ્ય માર્ગથી પ્રાઇમ હોટલ તેમજ મોરારજી સર્કલ સુધીના અનેક બિલ્ડીંગોની નીચે તેમજ આસપાસ ગેરકાયદે બાંધકામ કરી દુકાનો તથા અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે અગાઉ વાપી જીઆઈડીસી નોટિફાઈડ બોર્ડ તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની વડી કચેરીમાં ફરિયાદો કરવામાં આવી હતી.
ફરિયાદોમાં મોટાભાગની બિલ્ડીંગો જર્જરિત હાલતમાં હોવાનો અને અનેક મકાનોમાં લોકો રહેતા ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કોઈ બિલ્ડીંગ ધરાશાયી થાય તો દુકાનમાં ખરીદી માટે આવેલા ગ્રાહકો કે રાહદારીઓની સલામતી સામે પણ ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની સુરત કચેરી દ્વારા ગઈકાલે ૧૦૦થી વધુ લોકોને નોટિસ આપી સાત દિવસની અંદર ગેરકાયદે બાંધકામો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસ મળતા આજે દુકાનદારો અને વેપારીઓ ઍકત્ર થયા હતા અને આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને દુકાનો હટાવવા માટે વધુ સમય આપવામાં આવે તેવી માંગ સાથે બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે.