વાપીમાં દોઢ વર્ષના બાળકનું બાલ્કનીમાંથી પટકાતા મોત
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૮ ઃ વાપી તા.વાપીના ગીતાનગર વિસ્તારમાંથી ઍક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અઢી વર્ષના માસૂમ બાળકનું બાલ્કનીમાંથી પટકાતા કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ હર્ષ અજય ચૌધરી, ઉ.વ. અઢી વર્ષ, રહે. સનસાઈન સોસાયટી, બી-વિંગ, ૩૦૩, ગીતાનગર, સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલની સામે, વાપી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં હર્ષ ઘરની બાલ્કનીમાં રમી રહ્ના હતો. રમત-રમતમાં તે બાલ્કનીની ગ્રીલ પર ચઢી ગયો હતો અને સંતુલન ગુમાવતા ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો હતો. ગંભીર ઈજા થતા પરિવાર તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સોસાયટી અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
