Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

મોદીની નવસારી મુલાકાત : સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ

મોદીની નવસારી મુલાકાત : સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૭ ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી પ્રવાસને ધ્યાનમાં રાખીને દરિયાઈ સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઍ.ટી.ઍસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ઍ.ઍમ. મુનિયા તેમજ ઍસ.પી. ઍસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સોમવારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. પટેલ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમોઍ ધોલાઈબંદરથી પોંસરી અને બિગરી કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ દરિયાકાંઠે શંકાસ્પદ શખ્સો, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું.