નવસારીમાં મોદી દેશમાં પ્રથમ ઍઆઈ આધારિત ‘કમલમ્’નું ઉદ્દઘાટન કરશે
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૭ ઃ નવસારીમાં આવતીકાલે તા.૮મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે. નવસારી હાઇવે પર ગ્રીડ નજીક જિલ્લા સંગઠન દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને દેશના પ્રથમ ઍઆઈ આધારિત કાર્યાલય તરીકે તૈયાર કરવામાં આવેલું ‘નમો કમલમ’નુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભવ્ય રીતે લોકાર્પણ સંપન્ન થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બપોર બાદ નવસારી ખાતે હેલિપેડ પર આગમન થશે. ત્યારબાદ તેઓ ‘નમો કમલમ’નું લોકાર્પણ કરી વિવિધ વિભાગોની મુલાકાત લેશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.
વડાપ્રધાનના આગમન સમયે આશરે ૧૧૦૦ જેટલી બહેનો પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે ઉપસ્થિત રહી તેમનું ભવ્ય સ્વાગત કરશે. જ્યારે ૫૦૦ પુરુષો ડમરુ વગાડીને વડાપ્રધાનનું અભિવાદન કરશે.
નમો કમલમના પરિસરમાં ૩૦ બહેનો ઢોલ ત્રાંસા સાથે વાદન કરી વડાપ્રધાનનું પરંપરાગત રીતે સ્વાગત કરશે.
આ કાર્યક્રમનુ જિલ્લાના ૩૮૯ ગામોમા લાઈવ પ્રસારણ થશે. અંદાજે ૧.૧૫ લાખથી વધુ ગ્રામજનો કાર્યક્રમ લાઈવ નિહાળશે.
