વાપી રોટરી ક્લબ ઓફ દ્વારા ૧૨ શિક્ષકોને નેશનલ બિલ્ડર ઍવોર્ડ ઍનાયત કરાયા
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ વાપી ખાતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રોટરી હોલ ખાતે નેશનલ બિલ્ડર ઍવોર્ડ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરીની મૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૧ જેટલી શાળાઓમાંથી પસંદગી પામેલા નાનાપોંઢા, વટાર સહિતની વિવિધ શાળાઓના કુલ ૧૨ શિક્ષકોને નેશનલ બિલ્ડર ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપનાર વ્યક્તિ નથી, પરંતુ તેઓ માર્ગદર્શક, આયોજક અને મિત્રની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓના જીવનને યોગ્ય દિશા આપે છે. આજના સમયમાં શૈક્ષણિક વિકાસ ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સંસ્કાર અને સકારાત્મક વિચારસરણીના વિકાસમાં પણ શિક્ષકોનું યોગદાન મહત્વપૂર્ણ છે. યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપી દેશના ભવિષ્યને ઘડવામાં શિક્ષકોની ભૂમિકા અતિમહત્વની હોવાનું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોઍ જણાવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ અભય ભટ્ટે જણાવ્યું હતું કે રોટરી દ્વારા વર્ષ દરમિયાન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે.
આસિસ્ટન્ટ ગવર્નર અપૂર્વ પારેખે નેશનલ બિલ્ડર ઍવોર્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જીવનની શ્રેષ્ઠ યાદોમાં શાળા અને શિક્ષકોનું સ્થાન હંમેશા વિશેષ હોય છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવતા તેમણે આવા સન્માન કાર્યક્રમોને પ્રેરણાદાયી ગણાવ્યા હતા.
પ્રોજેક્ટ ચેરમેન વિનીત શાહ અને સંજય બડોલેઍ પ્રોજેક્ટની પહેલ અને સફળતા બદલ સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી લિટરસી ચેરમેન અલ્પાબેન કોટડીયાઍ પોતાની કારકિર્દીની સફળતામાં શાળા અને શિક્ષકોના યોગદાનને યાદ કરી રોટરી ઈન્ડિયા લિટરસી મિશન અંતર્ગત ચાલતા વ્ચ્ખ્ઘ્ણ્ ભ્શ્વંર્શ્વિંૃફૂ અંગે માહિતી આપી હતી. પ્રમુખ અભય ભટ્ટ, સેક્રેટરી મુકુન્દ ભાવસાર તથા રોટરી ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ પ્રમુખ કલ્યાણભાઈ બેનરજી સહિતના મહાનુભાવોના હસ્તે કુલ ૧૨ શિક્ષકોને નેશનલ બિલ્ડર ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સન્માનિત શિક્ષકોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા.
