ફલાંડી હાઈ.માં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૭ ઃ શિક્ષક દિવસ નિમિત્તે ફલાંડી ગામની સરકારી હાઈસ્કૂલ ખાતે ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓઍ બાળલગ્નના દુષ્પરિણામો અંગે જાગૃતિ નાટક રજૂ કરી બાળકોને શિક્ષણ, સુરક્ષા અને સુરક્ષિત બાળપણ આપવાનો સંદેશ આપ્યો હતો. પ્રયાસ જ્યુવેનાઇલ ઍન્ડ સેન્ટર (થ્ખ્ઘ્) સોસાયટીના સોશિયલ વર્કર અને સપોર્ટ પર્સન અમોલ મેશ્રામે વિદ્યાર્થીઓને બાળલગ્નની રોકથામ, બાળ અધિકારો અને શિક્ષણના મહત્વ અંગે માહિતી આપી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૭ નવેમ્બરને બાળલગ્ન, નાની ઉંમરના અને બળજબરીના લગ્નની સમા માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય ભારતમાં બાળલગ્ન વિરુદ્ધ ચાલી રહેલા જાગૃતિ અભિયાનોને મળેલી મહત્વપૂર્ણ વૈશ્વિક માન્યતા છે. દાદરા અને નગર હવેલીમાં શાળાઓ, પંચાયતો અને ગામોમાં જાગૃતિ સાથે કાયદાકીય હસ્તક્ષેપ દ્વારા બાળલગ્ન અટકાવવાના પ્રયાસો થઈ રહ્ના છે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓઍ બાળલગ્નનો વિરોધ કરવાની અને આસપાસ બાળલગ્નની ઘટના અંગે વહીવટીતંત્રને જાણ કરવાની શપથ લીધી હતી.
કાર્યક્રમમાં શાળાની ઇન્ચાર્જ દિવ્યા દેસાઈ, ઉમરકોઈ પંચાયતના સરપંચ ગણેશ ભુજાડા, જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રેડિયા, ફલાંડી હેડ ક્લસ્ટરના પ્રમુખ નિમેષભાઈ, આશા વર્કરો, આંગણવાડી સેવિકાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્નાં હતા.
