Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વાપીની કોલેજમાં શિક્ષક દિને તાલીમાર્થી શિક્ષકોનું સન્માન કરાયું

વાપીની કોલેજમાં શિક્ષક દિને તાલીમાર્થી શિક્ષકોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૭ ઃ  ૫ સપ્ટેમ્બર  શિક્ષક દિન નિમિત્તે વાપીની શ્રી સર્વોદય મંડળ સંચાલિત શ્રી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર ખાતે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૧૧ ભૂતપૂર્વ તાલીમાર્થી શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. પ્રિન્સિપાલ ડૉ. કિરણભાઈ પટેલના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ, સંશોધન, નવાચાર અને સામાજિક સેવામાં નોંધપાત્ર પ્રદાન કરનારા શિક્ષકોનું બહુમાન કરાયું હતું.
સન્માનિતોમાં વિરેન્દ્રભાઈ શાંતિભાઈ પટેલનો સમાવેશ થાય છે, જેઓ ૨૦૨૧માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ સહિત વિવિધ સન્માન મેળવી ચૂક્યા છે. ધરમપુરના નિલેશભાઈ નિકુળિયાઍ શાળામાં પાંચથી ૧૬૮ બાળકો સુધીની સંખ્યા પહોંચાડવા સાથે પોતાની જમીન પર છાત્રાલય શરૂ કરી ૧૨૦ બાળકોને મફત રહેવા, જમવા અને શિક્ષણની સુવિધા આપી છે.વડોદરાના સુનિલકુમાર ગાંવિતે રાજ્ય કક્ષાની પરીક્ષામાં ટોપ-૧૦માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. નિવૃત્ત શિક્ષક મણિલાલ વસાવાઍ સ્કાઉટ-ગાઈડ, ણ્લ્ઘ્ બોર્ડ પ્રતિનિધિ અને માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી છે. પંકજભાઈ પટેલે સ્થાનિક બોલીમાં સાહિત્ય સર્જન અને ફળિયા શિક્ષણ પ્રકલ્પમાં યોગદાન આપ્યું છે.
ડૉ. કલ્પેશકુમાર પોલ પરમારે સંગીતના માધ્યમથી શિક્ષણને રસપ્રદ બનાવવાની સાથે ૧૦ સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે. વિજયભાઈ વાંકે કચ્છના દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ સેવા આપી છે, જ્યારે પ્રશાંતસિંહ પરમારે ત્ઘ્વ્, પ્રજ્ઞા અભિગમ અને હરિયાળી શાળા પ્રકલ્પથી શિક્ષણમાં નવાચાર કર્યો છે.
ડૉ. જીતેન્દ્રસિંહ કિશોરસિંહ, સંજય સુભાવ ભોયા અને ધર્મેશભાઈ ગાંવિતને પણ તેમની શૈક્ષણિક સિદ્ધિઓ અને નવાચાર માટે સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનારા ભૂતપૂર્વ તાલીમાર્થી શિક્ષકોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. શિક્ષક દિને યોજાયેલો આ સન્માન સમારોહ શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી બન્યો હતો.