પારનેરાની જાહેર માધ્યમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ પારનેરા ગામે આવેલી જાહેર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ‘શિક્ષક સન્માન સમારોહ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ચિંતક અશ્વિનભાઈ પટેલ, વલસાડ વિભાગ લોક સેવક સંઘ તથા જાહેર માધ્યમિક શાળા, પારનેરા પ્રગતિ મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોના યોગદાનને બિરદાવવાનો તથા તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.સમારોહ દરમિયાન જાહેર માધ્યમિક શાળા, પારનેરાના જે શિક્ષકોઍ પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ પ્રા કર્યું હતું, તેવા શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોની મહેનત, નિષ્ઠા અને વિદ્યાર્થીઓને સતત શ્રેષ્ઠ પરિણામ અપાવવા માટેની પ્રતિબદ્ધતાને આ સન્માન દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું.
આ ઉપરાંત ભડેલી જગ્યા લાલ શાળાના જે શિક્ષકોઍ સતત ચાર વર્ષથી પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે, તેમની શિક્ષણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આવા સન્માનથી શિક્ષકોની મહેનત અને સતત શ્રેષ્ઠ પરિણામ આપવાની -તિબદ્ધતાને વધુ પ્રોત્સાહન મળ્યું હતું.સન્માનવિધિ પ્રમુખ રાજેશભાઈ સી. પટેલ તથા ઉપપ્રમુખ છગનભાઈ કે. ભાનુશાળીના શુભ હસ્તે કરવામાં આવી હતી. સન્માન પ્રા કરનાર શિક્ષકોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. શિક્ષકોઍ પણ આ સન્માનને પોતાના કાર્ય પ્રત્યે વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામગીરી કરવાની પ્રેરણા ગણાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને શાળાના સભ્યોમાં ઉત્સાહ તથા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષણ અને શિક્ષક પ્રત્યે સમાજમાં આદરની ભાવનાને વધુ મજબૂત કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કિરીટભાઈ આર. પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સન્માનિત શિક્ષકો, ટ્રસ્ટના હોદ્દેદારો તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સૌના સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમણે કાર્યક્રમની વિધિવત પૂર્ણાહુતિ જાહેર કરી હતી.આ સમગ્ર શિક્ષક સન્માન સમારોહ ગૌરવપૂર્ણ, પ્રેરણાદાયી અને સફળ રહ્ના હતો.
