Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વલસાડની દોલત-ઉષા કોલેજનું ગૌરવ

વલસાડની દોલત-ઉષા કોલેજનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કરાટે બહેનોની સ્પર્ધાનુ આયોજન તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સીસ ઍન્ડ ધીરૂ-સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઍન્ડ કોમર્સ, વલસાડ કોલેજના રિયા કે. તિવારી (જ્ળ્ગ્લ્ણૂ.ઘ્ૃંષ્ટ્યદ્દફૂશ્વ લ્ણૂજ્ઞ્ફૂઁણૂફૂ ) ઍ -૫૦ ધ્ઞ્ વજન કેટેગરી સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ અને કુ. ઍબિગેલ ઍમ. પરમાર (જ્ળ્ ગ્લ્ણૂ પ્જ્ઞ્ણૂશ્વંણુજ્ઞ્ંશ્રંક્કિં ) ઍ ૬૮ ધ્ઞ્ વજન કેટેગરી સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ પ્રા કર્યા હતા.
આ સિધ્ધી બદલ કોલેજના આચાર્ય ડો.સ્નેહલ કે. જોશી, શારીરિક શિક્ષણના પ્રા. ડો.ભાવિન ઍમ. પટેલ તથા વિવિધ વિભાગીય વડાઓ અને સ્ટાફે મેડલ વિજેતા ખેલાડી બહેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.