રાબડાના વિશ્વંભરી તીર્થયાત્રા ધામે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ તાલુકા ના રાબડા ગામે આવેલા મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. ખાસ કરીને જન્માષ્ટમીના પાવન દિવસોમાં ધામમાં શ્રદ્ધાળુઓનો વિશેષ પ્રવાહ જોવા મળ્યો હતો. પરાશક્તિ મા વિશ્વંભરીના દિવ્ય દર્શન કરીને ભક્તોઍ આધ્યાત્મિક શાંતિ, આનંદ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી. ધામમાં આવેલી અલૌકિક પાઠશાળામાં ભાગ્યવિધાતા મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. હિમાલયની ગુફાની પ્રતિકૃતિમાં સ્થાપિત શિવલિંગના દર્શન શ્રદ્ધાળુઓને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દે છે. ગોકુલધામમાં શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ધારણ કરવાની દિવ્ય લીલાની સુંદર પ્રતિકૃતિ તેમજ નંદબાબાની કુટીરનું મનોહર નિર્માણ કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓને શ્રીકૃષ્ણના જીવન-સંગોની જીવંત અનુભૂતિ કરાવે છે.
વૈકુંઠધામમાં આવેલી આદર્શ ગૌશાળા પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. માનવીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવી સત્ય ધર્મ-કર્મ અને સાચી ભક્તિ તેમજ આધ્યાત્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા અહીંથી પ્રા થાય છે.
