Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

નનકવાડામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

નનકવાડામાં જુગાર રમતા પાંચ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૬ ઃ વલસાડ સીટી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નાનકવાડા, હાલર કોળીવાડ વિસ્તાર માં  આવેલા ઍક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર છાપો મારી પાંચ શખ્સોને પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કે કિશોરભાઈ પટેલ પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવતા હતા અને બહારથી લોકોને બોલાવી પ્રત્યેક બાજી દીઠ ૧૦૦ કટકી પેટે વસૂલતા હતા. પોલીસે દરોડા દરમિયાન દાવ પરથી ૯,૫૫૦ તથા અંગઝડતીમાંથી ૪,૫૫૦ મળી કુલ રોકડા ૧૪,૧૦૦, ત્રણ નંગ ઍન્ડ્રોઇડ સ્માર્ટફોન કિંમત ૧૫,૦૦૦ અને ગંજીપાના સહિત કુલ ૨૯,૧૦૦નો મુદ્દામાલ  સાથે કિર્તીભાઈ મનહરલાલ પંચાલ ઉં.વ. ૫૯, રહે. હાલર રોડ, વલસાડ, કૌશિક ભરતભાઈ પટેલ ઉં.વ. ૪૨, રહે. નાનકવાડા, વલસાડ, કિશોરભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉં.વ. ૫૧, રહે. નાનકવાડા, વલસાડ - મકાન માલિક, ચેતનકુમાર નટવરલાલ પટેલ ઉં.વ. ૪૧, રહે. હાલર, વલસાડ, કનક દિનકરરાય પટેલ ઉં.વ. ૫૧, રહે. નાનકવાડા, વલસાડ ની ધરપકડ કરી જેલમાં ધકેલી દેતા ગામમાં ચાર મચી જવા પામી છે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.