ચીખલીના વાંઝણાથી દિપડો પાંજરે પુરાયો
- byDamanganga Times
- 04 September, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૩ ઃ ચીખલી તાલુકાના વાંઝણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોને નજરે પડેલ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવતા વાંઝણા ગામના ચિંતનભાઈ નાથુભાઈ પટેલ રહે.કોળીવાડની વાડીમાં મુકેલ પાંજરામાં રાત્રિના સમયે ચાર વર્ષનો ઍક કદાવર દિપડો પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોઍ રાહત અનુભવી છે.
પાંજરે પુરાયેલ દીપડાને વન વિભાગે ચીખલી લાવી જેને વેટરનરી ડોક્ટર પાસે ચેક કરાવી ફરીથી આ દીપડાને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
