Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

કેબીઍસ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીની ઉજવણી કરાઈ

કેબીઍસ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા કોમર્સે ઍન્ડ નટરાજ સાયન્સીસ કોલેજ વાપી માં કોલેજના બીજા વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓઍ વી. આઈ. ઍ. ખાતે  પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત   માટે ભવ્ય ફ્રેશર્સ પાર્ટી ઉજવણી સાથે  ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.  આ કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પ્રતિભાનું જીવંત પ્રદર્શન હતું, જેનો હેતુ કોલેજના વાતાવરણમાં ફ્રેશર્સ માટે ઘર જેવું વાતાવરણ બનાવવાનો હતો.
આ કાર્યક્રમમાં રંગબેરંગી નૃત્ય પ્રદર્શન, ઉત્તેજક રમતો, નાટક  અને ઍક ઉર્જાવાન રેમ્પ વોકનો સમાવેશ થતો હતો જેણે પ્રસંગને ગ્લેમરમાં ઉમેરો કર્યો હતો. કાર્યક્રમના ભાગ રૂપે, સૌથી પ્રભાવશાળી નવા વિદ્યાર્થીઓને શ્રી ફ્રેશર અને શ્રીમતી ફ્રેશરના બિરુદ ઍનાયત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક આનંદ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન બે ફ્રેશર્સ વિધાર્થીઓઍ કોલેજમાં પ્રવેશથી નવું વાતાવરણ, નવા મિત્રો અને ભાવી ઘડતર માટે યોગ્ય કોલેજ પસંદગીની અનુભૂતિનો આંનદ વ્યક્ત કરતા ઉષ્માભર્યું સ્વાગત માટે આભાર વ્યક્ત કરી  સદર સંસ્થામાં અભ્યાસકાળ દરમ્યાન મહેનત, શિસ્ત, આદર-સન્માન અને કોલેજના દરેક કાર્યક્રમોમાં ભાગ લઇ નામ રોશન કરવા માટે જણાવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય  ડૉ.પૂનમ બી.ચૌહાણે દરેક નવા વિદ્યાર્થીઓનો ઉષ્માભર્યા  શબ્દોથી આવકાર કરી કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા દરેક વિધાર્થીઓ  અભ્યાસમાં કળી મહેનત કરે, શિસ્તમાં રહે તેમજ  દરેક શિક્ષક ગણનો મહતમ ઉપયોગ કરતા જીવનમાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.