ઉમરગામ જીઆઈડીસીમાં રૂ.૪૨.૪૦ કરોડના કામોને મંજૂરી
- byDamanganga Times
- 04 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ ઞ્ત્ઝ઼ઘ્ ઍસ્ટેટમાં અને જીઆઈડીસી કોલોની રહેણાંક વિસ્તારમાં રૂપિયા ૪૨.૪૦ કરોડના વિકાસ કામોને જીઆઈડીસી નોટિફાઈડ ગ્રાન્ટમાંથી મંજૂરી મળી છે અને ચોમાસા બાદ ડ્રેનેજ, મોડલ રોડ, ફાયર સ્ટેશન સહિત વિકાસના કામો હાથ ધરાશે ઍવી જાણકારી ઉમરગામ જીઆઇડીસી નોટિફાઈડ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ બારીઍ આપી હતી.
ઉમરગામ (ઞ્ત્ઝ઼ઘ્)નોટિફાઈડ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ બારીઍ જાણકારી આપી હતી કે તેઓ ચેરમેન બન્યા બાદ તથા યુઆઇઍ પ્રમુખ અશોક ગુા અને કમિટીના સહિયારા પ્રયાસોથી ઉમરગામ ઞ્ત્ઝ઼ઘ્માં માળખાકીય સુધારાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજને ય્ઘ્ઘ્માં રૂપાંતરિત કરવા રૂપિયા ૨૮ કરોડ, મોડલ રોડ માટે રૂપિયા ૭.૯૯ કરોડ અને અત્યાધુનિક ફાયર સ્ટેશન માટે રૂપિયા ૪.૭૮ કરોડના કામોનો સમાવેશ થાય છે. જૈન મંદિર નજીક વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા ૧.૬૨ કરોડના ખર્ચે ડ્રેનેજ પાઇપલાઇન નાખવામાં આવશે. આ ઉપરાંત ફેઝ-૧ અને ફેઝ-૨ માં રોડ કનેક્ટિવિટી, પાણીની મુખ્ય લાઈનનું આધુનિકીકરણ તથા ઞ્ત્ઝ઼ઘ્ કોલોની વિસ્તારમાં મોડલ રોડના કામો પણ મંજૂરી હેઠળ છે. ઘ્લ્ય્ હેઠળ ચિલ્ડ્રન્સ પાર્ક, દાદા-દાદી પાર્ક તથા મુખ્ય સર્કલના વિકાસ અને લેન્ડસ્કેપિંગનું આયોજન કરાયું છે. ઞ્ત્ઝ઼ઘ્ કોલોનીમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા અને વાયરિંગનું કામ ઞ્ચ્ગ્ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ કોલોનીના રહેવાસીઓને વધુ સુરક્ષિત અને અવિરત વીજ પુરવઠો પુરવઠો મળી રહેવાની અપેક્ષા છે.
