Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

ઉમરગામની ઍમ.કે. મહેતા કોલેજમાં સેમિનાર યોજાયો

ઉમરગામની ઍમ.કે. મહેતા કોલેજમાં સેમિનાર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ નવ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી ઍમ. કે. મેહતા કોલેજ ઓફ ઍજ્યુકેશન ખાતે બી.ઍડ. અભ્યાસક્રમ અંતર્ગત ક્ષેત્રકાર્ય અંગેની સમજ વિષય પર તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં નિષ્ણાત વક્તા તરીકે કોલેજ ઓફ ઍજ્યુકેશન, ખરોડના આચાર્ય ડૉ. ઇન્તેખાબ કે. અન્સારીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. નીતાબેન પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. પ્રાધ્યાપિકા નિકેતાબેન ઢીમ્મર દ્વારા ડૉ. અન્સારીની કારકિર્દી તથા શૈક્ષણિક ક્ષેત્રે તેમના યોગદાનનો પરિચય આપવામાં આવ્યો હતો.
ડૉ. ઇન્તેખાબ અન્સારીઍ પોતાના ૨૩ વર્ષના શૈક્ષણિક અનુભવના નિચોડ સાથે ક્ષેત્રકાર્યના વિવિધ સોપાનો, પ્રક્રિયા, ઉપયોગિતા અને વ્યવહારુ મહત્વ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સરળ ભાષા અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા તેમણે વિષયને રસપ્રદ તથા સરળ બનાવ્યો હતો.
સેમિનારમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના બી.ઍડ. તાલીમાર્થીઓ તેમજ તમામ પ્રાધ્યાપકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી ડૉ. અન્સારીઍ વિષયને વધુ સ્પષ્ટ અને આત્મસાત કરાવ્યો હતો. નિષ્ણાંત વક્તાની આગવી અધ્યાપન શૈલી સૌના માટે પ્રેરણારૂપ બની હતી. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ સંજયભાઈ મેહતા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.