Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નવસારીમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અંગે જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો

નવસારીમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અંગે જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો


(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૦૧ ઃ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા અને જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તા જરૂરી છે. વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ, ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓઍ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકશાન થાય તેવી રીતે વર્તતા હોય છે. સરઘસો, રેલીઓ અને વરઘોડામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો ૫૨ ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધ્વનિ તીવ્રતાથી મોટા કર્ણભેદી અવાજો, ઘોંઘાટમય સંગીત, ગીતો રેલાવી વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરી /કરાવી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે. માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે. તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થવાની સંભાવનાઓ વધી જાય છે.
 જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ઍન. લિખિયાઍ મળેલી સત્તાની રૂઍ ઍક જાહેરનામાં દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે.
 લાઉડ સ્પીકર/કોઈપણ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ લગાવેલા ડી.જે. ટ્રક ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક નિયમાનુસાર પગલાં લેવાના રહેશે. લાઉડ સ્પીકર/કોઈપણ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ લગાવેલા કોઈપણ નવા ડી.જે. ટ્રકને અન્ય સૂચનાઓ પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી પરવાનગી આપવાની રહેશે નહિ.  ડી.જે. ટ્રક માટે સંબંધિત સત્તાવાળાની પરવાનગી લેવામાં આવેલ છે કે કેમ તે અંગેની સંબંધિત સત્તાવાળાઍ પૂરતી ચકાસણી કરવાની રહેશે તેમજ પરવાનગી વિના ડી.જે. ટ્રક ઉપયોગમાં લેવાતા હોવાની બાબત ધ્યાનમાં આવે તે કિસ્સામાં તાત્કાલિક આવા ડી.જે. ટ્રક જ કરવાના રહેશે.