Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

બામટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મફત તાલીમ વર્ગનો પ્રારંભ

બામટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મફત તાલીમ વર્ગનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૧ ઃ  બામટી-લાલડુંગરી ગ્રામ પંચાયત હોલ ખાતે આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુરના ઉપક્રમે ઞ્ભ્લ્ઘ્, ઞ્લ્લ્લ્ગ્, લ્લ્ઘ્, રેલવે સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વર્ગ-૩ની ભરતીની તૈયારી માટે મફત તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ૧૧૦ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી શરૂ કરાયેલો તાલીમ વર્ગ દર શનિવાર અને રવિવારે યોજાશે અને આશરે ૯૦ દિવસ સુધી પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. અભ્યાસ આયોજન, વિષયવાર તૈયારી, પ્રશ્નપત્રની સમજ અને પરીક્ષાની પદ્ધતિ અંગે માર્ગદર્શન અપાશે. બામટી ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ પણ તાલીમનો લાભ લઈ શકશે.  ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ નારણભાઈ પાનેરિયા સહિત નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, માજી નગરપાલિકા સભ્ય ધીરજભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, ટ્રસ્ટના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્ના હતાં.