Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

બીલીમોરામાં ગણપતિ આગમન બાદ ત્રણ પર ચપ્પુથી હુમલો : ઍક ગંભીર

બીલીમોરામાં ગણપતિ આગમન બાદ ત્રણ પર ચપ્પુથી હુમલો : ઍક ગંભીર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૩૧ ઃ ગણપતિના આગમનનો કાર્યક્રમ જોવા આવેલા ત્રણ મિત્રો પર અગાઉના ઝઘડાની અદાવતમાં હુમલો કરાતા ઍકને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે બીલીમોરા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ગણદેવી તાલુકાના કછોલી બ્રાહ્મણ ફળિયામાં રહેતા વિનય દિનેશભાઈ હળપતિ (૨૭) તા.૨૯ ઓગસ્ટની મોડી રાત્રે મિત્રો અરુણ હળપતિ અને આર્યન હળપતિ સાથે બીલીમોરામાં મન્નત કા રાજાના આગમનનો કાર્યક્રમ જોવા આવ્યા હતા. તેઓ ગણદેવી રોડ પર દત્ત પેટ્રોલ પંપ પાસે વાહન મૂકી કોલેજ તરફ ગયા હતા.તા.૩૦ ઓગસ્ટના રાત્રે આશરે દોઢ વાગ્યે કાર્યક્રમ જોઈ પરત ફરતા હતા ત્યારે અગાઉના ઝઘડાની અદાવતમાં વિશાલ ઉર્ફે ચપ્પુ (રહે. રહેજ, ગણદેવી), જય અને હર્ષ (બંને રહે. ગણદેવી) સહિત ત્રણ શખ્સોઍ તેમને અટકાવી હુમલો કર્યો હતો. વિશાલે વિનયને ગાળો આપી માર માર્યો હતો, જ્યારે જયઍ ચપ્પુ વડે પીઠના ભાગે ઇજા કરી હતી. અન્ય આરોપીઍ લોખંડના પંચથી માર માર્યો હતો. મિત્રો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માથા તથા પેટના ભાગે માર મારવામાં આવ્યો હતો. લોકો ઍકત્ર થતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત વિનયને અન્ય વાહનચાલકની મદદથી મેંગુસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિનય હળપતિની ફરિયાદના આધારે બીલીમોરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ ઍઍસઆઈ જિગ્નેશભાઈ કાંતિલાલ કરી રહ્ના છે.