Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

કેળવણીના ગઢધા ડુંગર પર યુવાને જીવન ટૂંકાવતાં ચકચાર

કેળવણીના ગઢધા ડુંગર પર યુવાને જીવન ટૂંકાવતાં ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૧ ઃ ધરમપુર તાલુકાના કેળવણી ગામ નજીક આવેલા ગઢધા ડુંગર પર ૪૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ કેળવણી ગામના બીજુર ફળિયામાં રહેતા ઈશ્વર ભાયલુ બારિયા (ઉં. ૪૩) ડુંગર વિસ્તારમાં ગયા બાદ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ અંગે મૃતકની પત્ની બિબલાબેન ઈશ્વર બારિયા દ્વારા ધરમપુર પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હતી. ઘટનાને પગલે ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.