Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાંસદાની પ્રતાપ હાઈ.માં સંસ્કૃત સાહ મહોત્સવ ઉજવાયો

વાંસદાની પ્રતાપ હાઈ.માં સંસ્કૃત સાહ મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૩૧ ઃ વાંસદા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વાંસદા ખાતે જિલ્લા સ્તરીય સંસ્કૃત સાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત પ્રતાપ હાઈસ્કૂલથી ઍક ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન થયું હતું.
આ યાત્રાનું સંયુક્ત આયોજન શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તેમજ બી.ઍડ. કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સાહ મહોત્સવ વિક્રમ સંવત ૨૦૮૨, શ્રાવણ માસ શુક્લ પક્ષ દ્વાદશી અને કૃષ્ણ પક્ષમાં તા.૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે.
આ ગૌરવ યાત્રાને પ્રાંત અધિકારી ભાર્ગવ માહલાઍ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર મીત મોદી, કેળવણી મંડળના પ્રમુખ નટુભાઈ પંચાલ, પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ અજય ગામીત, પમ્યુમનસિંહ સોલંકી અને ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ, વેશભૂષા અને બેનરો સાથે જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભગવામય બની ગયું હતું. વિદ્યાર્થીઓઍ સંસ્કૃત ભાષામાં સ્લોગન બોલીને તેના પ્રચાર-પ્રસાર પર ભાર મૂક્યો હતો. કોલેજ અને હાઈસ્કૂલના શિક્ષકગણ પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં સામેલ થયા હતા. આ ગૌરવ યાત્રા વાંસદા નગરના મુખ્ય માર્ગો પર ફરીને પરત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સમા થઈ હતી.