Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધોડીપાડામાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો

ધોડીપાડામાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૧ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નીરવ શાહ, બ્રહ્મકુમારી સંસ્થાના આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત વિવિધ સમાજના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું નિહાળન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીઍ નશામુક્ત ભારતના નિર્માણ માટે સૌ દેશવાસીઓને સહયોગ આપવા અપીલ કરી હતી. આ સંદેશને અનુસંધાને ધોડીપાડા ખાતે બ્રહ્મકુમારી સંસ્થાના આગેવાનો દ્વારા ઉપસ્થિત સૌને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ઉમરગામ તાલુકા ખ્ભ્પ્ઘ્ના ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નશામુક્ત સમાજ અને સ્વસ્થ યુવા પેઢી માટે સૌઍ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.