Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડમાં ‘સેવાસેતુ કેમ્પ’ યોજાશે

વલસાડમાં ‘સેવાસેતુ કેમ્પ’ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ તાલુકા અને શહેરના નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તે હેતુથી વલસાડના  ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલ દ્વારા ઍક વિશેષ સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, આંખની તપાસ સાથે મફત ચશ્મા વિતરણ અને ઍનીમિયા ટેસ્ટ જેવી આરોગ્યલક્ષી સેવાઓ ઍક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે.કેમ્પ આગામી તારીખ  ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૬  ના રોજ સમય  સવારે ૦૯ થી બપોરે ૦૨ વાગ્યા સુધી સ્થળ ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલનું કાર્યાલય, મિલેનિયમ સેન્ટ્રલ પાર્ક, ૦૮, વલસાડ પારડી, લીલાપોર રોડ, વલસાડ માં રાખવામાં  આવ્યો છે. (૧) રેશનકાર્ડ, (૨) આઈ.ડી. પ્રૂફ, (૩) આવકનો દાખલો. આધાર કાર્ડમાં સુધારા/નામ બદલવા માટે (૧) ચૂંટણી કાર્ડ (પૂરું નામ હોવું જરૂરી), (૨) જાતિનો દાખલો, (૩) જન્મનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. લાભ લેવા ઇચ્છુક દરેક નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.