Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ગુંદલાવની લક્ષ્મીબા પ્રા. શાળામાં રક્ષાબંધન પર્વ ઉજવાયું

ગુંદલાવની લક્ષ્મીબા પ્રા. શાળામાં રક્ષાબંધન પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ ના ગુંદલાવ વનાંચલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીબા બાલમંદિર અને લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષાઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. દરેક વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દરેક વિદ્યાર્થીઓઍ રંગબેરંગી રાખડીઓ બનાવી હતી. જેમાં વિદ્યાર્થીઓને નંબર આપવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ નંબરે ધોરણ-૫ માં ભણતી વિદ્યાર્થીની ક્રિષ્નાબેન અને બીજા નંબરે ધોરણ - સિનિયર કેજી માં ભણતી વિદ્યાર્થીની ઝીલબેન અને ત્રીજા નંબરે ધોરણ - ૩ માં ભણતો વિદ્યાર્થી પ્રથમભાઈનો આવ્યો હતો.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શિક્ષિકા હિરલબેન ઍચ. પટેલ અને જ્યોતિબેન ડી. પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીનીઓઍ ભાઈઓની કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.રાખડી બંધતા પેહલા શાળાના ટ્રસ્ટી  રમેશચંદ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાર્તાઓ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વિશે વાતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન ને લગતા લોકગીતો ગાવામાં આવ્યા હતા. રાખડી બાંધતી વખતે ભાઈ - બહેનના પ્રેમ, લાગણી અને પરસ્પર રક્ષણના સંકલ્પનો સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ કાર્યક્રમ માં શાળા ના દરેક વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.