વાપી આરપીઍફ જીઆરપીઍ પાંચ ચોરને ઝડપી પાડ્યા
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૦ ઃ વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાને લઈને ચલાવવામાં આવી રહેલા ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત આરપીઍફ વાપી અને જીઆરપી વાપીઍ સંયુક્ત રીતે અસરકારક કામગીરી કરી છે. તા.૯થી ૨૬ ઓગસ્ટ દરમિયાન સીસીટીવી નિગરાની અને શંકાસ્પદોના ચેકિંગ દરમિયાન ૫ આરોપીઓને ઝડપી પાડી રૂ.૧.૫૪ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
ગત તા. ૯મી ઓગસ્ટે ઈસ્ટ બુકિંગ કાઉન્ટર પાસેથી મોબાઈલ ચોરી કરતા શખ્સ પાસેથી રિયલમી ફોન કબજે કરાયો હતો. તા. ૨૧મીઍ બોરીવલીના અંકિત દુબે (૨૯)ને મુસાફરનો ટેકનો મોબાઈલ ચોરી ભાગતા ઝડપી લેવાયો હતો.
તા. ૨૩મીઍ ડુંગરાના જય દાસ (૨૫)ની પૂછપરછમાં સેમસંગ અને આઈફોન ૧૩ મીની મળી રૂ.૯૫ હજારના બે ફોન રીકવર થયા હતા. તા.૨૪મીઍ સુરતના સુભાષ પારેખ પાસેથી રોકડ રૂ.૫૬૫૦ ભરેલું પર્સ મળ્યું હતું, જ્યારે તા.૨૬મીઍ ગીતાનગરના ઉમેશ રામ પાસેથી વીવો અને ઓપ્પોના બે ફોન કબજે કરાયા હતાં. તમામ આરોપીઓ સામે જીઆરપી વાપીમાં ગ્ફલ્ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
