Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૦ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દમણ જેટી ખાતે રાજ્યસ્તરીય નારિયાળી પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. લાયન્સ પરિવાર અને વહીવટીતંત્ર દ્વારા ઘણા વર્ષોથી આયોજિત, આ વર્ષે પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં વિકાસના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ ઉત્સવ ખાસ ઉત્સાહપૂર્ણ રહ્ના હતો. નારિયાળી પૂર્ણિમાના અવસરે, સમુદ્ર દેવની પૂજા કરવામાં આવી હતી અને સમુદ્રમાં નારિયેળ ચઢાવવામાં આવ્યું હતું. જેમાં માછીમાર સમુદાય માટે સારા વ્યવસાય, સુખ, સમૃદ્ધિ અને સલામત દરિયાઈ સફરની કામના કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન બોટ રેસ અને સ્વિમિંગ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ઍક ખાસ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે દમણ જેટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલ, વહીવટી અધિકારીઓ, લાયન્સ પરિવારના સભ્યો, માછીમાર સમુદાય અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્ના હતાં.