દાનહની હોસ્પિટલોમાં નવજાત શિશુઅો માટે બેબી કીટ વિતરણ સમારોહ યોજાયો
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૦ ઃ ૧૦ વર્ષ બેમિસાલઙ્ખ અભિયાન અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ જનકલ્યાણકારી આરોગ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. આ અંતર્ગત ત્રણેય જિલ્લામાં માતા અને શિશુ આરોગ્ય, સ્વૈચ્છિક રક્તદાન તેમજ બાળકોના નિયમિત આરોગ્ય પરીક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્ના છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં નવજાત શિશુઓ માટે બેબી કિટ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેબી કિટમાં નવજાત શિશુની પ્રાથમિક સંભાળ માટે જરૂરી સામગ્રી આપવામાં આવી હતી.
સિલવાસાના કલા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરબીઍસકે સિલવાસાના ડૉ. અમિત કુમાર, સિલવાસા નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સોમનાથ દેવરે, ઉપાધ્યક્ષ કવિતા સિંહ, તથા અન્ય અધિકારીઓ, આરોગ્યકર્મીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં. મહેમાનોના હસ્તે લાભાર્થી માતાઓને બેબી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માતા તથા શિશુના આરોગ્ય અંગે જાગૃતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦ વર્ષ બેમિસાલ અભિયાન હેઠળ પ્રદેશના વિવિધ સ્થળોઍ સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવી રહ્નાં છે. આજે ઉપ-જિલ્લા હોસ્પિટલ, ખાનવેલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાની સેવા અને જીવન બચાવવાનો સંદેશ આપ્યો હતો.
અભિયાન અંતર્ગત બાળકોના આરોગ્યની તપાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્નાં છે. વિવિધ સ્થળોઍ યોજાતી આરોગ્ય તપાસ શિબિરોમાં બાળકોની તપાસ, જરૂરી પરામર્શ, આરોગ્ય સંબંધિત સમસ્યાઓની સમયસર ઓળખ તેમજ યોગ્ય સારવાર અને આરોગ્ય સેવાઓ સાથે જોડવાનું કાર્ય કરવામાં આવી રહ્નાં છે. આ કાર્યક્રમો દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રદેશના દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત અને જનહિતકારી આરોગ્ય સેવાઓ પહોંચાડવા, આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્ના છે.
