દમણમાં ભાજપા દ્વારા કાર રેલી યોજાઈ
- byDamanganga Times
- 31 August, 2026
દમણ, તા. ૩૦ ઃ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના વહીવટી કાર્યકાળના સફળ ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા અને પ્રદેશ મહામંત્રી જિગ્નેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી કાર રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકરોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર રેલી દરમિયાન કાર્યકરોઍ **વિકાસના ૧૦ વર્ષ, પ્રગતિનો નવો સંકલ્પના સંદેશ સાથે પ્રદેશના વિકાસ અને જનકલ્યાણની કામગીરીને લોકો સુધી પહોંચાડી હતી.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાઍ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં પ્રદેશે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ દસ વર્ષ વિકાસ, સુશાસન અને જનસેવાના સમર્પણના વર્ષો રહ્ના છે. ભાજપ પ્રદેશના વિકાસની આ યાત્રાને આગળ પણ સતત જારી રાખવા પ્રતિબદ્ધ છે.
