Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

બાલચોîઢીમાં ભજન સ્પર્ધા યોજાઈ

બાલચોîઢીમાં ભજન સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા,  તા. ૩૦ ઃ બાલચોંઢી ગામે પરંપરાગત ભજન સ્પર્ધા યોજાઈ, આસપાસના ૯ ગામોની ભજન મંડળીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામે ભક્તિ, સંગીત અને ગ્રામ્ય સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જાયો હતો. માં રેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂલાતી જતી ભજનની પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને આપણી સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાના હેતુથી પરંપરાગત ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભજન સ્પર્ધામાં બાલચોંઢી સહિત આસપાસના ૯ ગામોની વિવિધ ભજન મંડળીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભજન મંડળીઓ દ્વારા પરંપરાગત ભજનોની સુંદર રજૂઆત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગ્રામ્ય જીવન સાથે જોડાયેલા ભજનોના સૂર અને તાલે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
ખાસ કરીને આદિવાસી કલાકારો અને ભજન મંડળીઓની આગવી રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભજનના સૂર થકી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાના મૂળ સાથે જોડવાનો આ પ્રયાસ ઉપસ્થિત સૌઍ સરાહ્ના હતો. આ કાર્યક્રમ માત્ર ભજન સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા ગ્રામ્ય લોકસંસ્કૃતિ, સંગીત અને પરંપરાના સંવર્ધન માટે ઍક સુંદર પહેલ બની રહ્ના હતો. આયોજન બદલ માં રેવા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીને ઉપસ્થિત લોકોઍ બિરદાવી હતી.