કાલય આશ્રમશાળામાં રક્ષાબંધન પર્વ ઉજવાયું
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા હળપતિ આશ્રમ શાળા, કાલય ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આશ્રમ શાળાના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા શાળાને કલર પ્રિન્ટર અને પોડિયમ અર્પણ કરવામાં આવ્યા હતા. કલર પ્રિન્ટરના સ્પોન્સર રોટે.દાસભાઈ હતા, જ્યારે પોડિયમ રોટે. ભાવિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આશ્રમના પુસ્તકાલયને વધુ સમૃદ્ધ બનાવવા માટે રોટે. ઉદય મારબલી દ્વારા ૫૦ પુસ્તકોનું દાન કરવામાં આવ્યું હતું અને પુસ્તકો શાળાને સોંપવામાં આવ્યા હતા.
આ સેવાકીય યોગદાન બદલ રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા રોટે. ઉદયભાઈ મારબલી, રોટે. દાસભાઈ તથા રોટે.ભાવીન પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આશ્રમશાળાનાં તમામ વિધાર્થીઓ સાથે રોટરી ક્લબના નાં સભ્યો અને શિક્ષકમીત્રોઍ સાથે ભોજન લીધું હતું. જેના સ્પોન્સર ક્લબના પ્રમુખ રોટે. રેશમા રાવ હતા.
રક્ષાબંધનના આ પવિત્ર પર્વે વિદ્યાર્થીઓ સાથે આનંદભેર ઉજવણી કરી શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવાના આ પ્રયાસને આશ્રમશાળા પરિવાર દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે સતત કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની શ્રેણીમાં આ કાર્યક્રમ પણ ઍક નોંધપાત્ર સેવા કાર્ય બની રહ્ના હતો. આ કાર્યક્રમમાં હાજરી આપનાર તમામનો પ્રમુખ રોટે. રેશમા રાવે આભાર વ્યક્ત કર્યો હતો.
